મોદી સરકાર ધનલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને 5 લાખની લોન આપી રહી છે ? મોદી સરકારે શું કર્યો ખુલાસો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jun 2020 09:32 AM (IST)
PIB Fact Checkceમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ દાવો ખોટો છે.
NEXT PREV
નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર પીએમ ધન લક્ષ્મી યોજનાને લઈને એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું ચે કે, સરકાર તરફથી પીએમ ધન લક્ષ્મી યોજના અંતર્ગત મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન ઝીરો ટકા વ્યાજ પર મળી રહ્યા છે. પરંતુ આ મસેજ ખોટો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈ યોજના ચાલી રહી નથી અને આવા કોઈપણ મેસેજ પર વિશ્વાસ ન કરવો. આ મેસેજ મોકલીની તમારી સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યો છે. મેસેજમાં શું લખ્યું છે- વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ ધન લક્ષ્મી યોજના દેશની એવી મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે જે ખુદનો વ્યવસાય, સ્વરોજગાર વગેર શરૂ કરવા આત્મનિર્ભર બનવા માગતી હોય. જે મહિલા ખુદનો રોજગાર શરૂ કરવા આત્મનિર્ભર બનવા માગતી હોય તેમને સરકાર દ્વારા Pradhan Mantri Dhan Laxmi Yojana 2020 અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, Pradhan Mantri Dhan Laxmi Yojana 2020 અંતર્ગત દેશની ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે. PIB Fact Checkceમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ યોજના નથી. તમને જણાવીએ કે, પીઆઈબી ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમ પહેલ અને ઉપલબ્ધિઓ વિશે સમચારા પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સૂચના આપનારી મુખ્ય એજન્સી છે.