CLAIM
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીવાનો ડોળ કર્યો અને પછી તે જ પાણી પાછું યમુનામાં થૂંકી દીધું.
FACT CHECK
BOOM એ પોતાની તપાસ માં જાણ્યું કે વીડિઓના લાંબા વર્ઝનમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની યમુનાના પાણીથી કોગળા કરતા અને પછી ફરીથી પાણી પીતા જોઈ શકાય છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા યમુનાના પાણી પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહે સૈનીનો એક ક્રૉપ કરેલો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના X એકાઉન્ટ પર નાયબસિંહ સૈનીનો એક વીડિયો શેર કર્યો છે અને તેમના પર યમુનાનું પાણી પીવાનો ઢોંગ કરવાનો અને યમુનામાં થૂંકવાનો આરોપ લગાવ્યો છે.
BOOM એ તપાસ કરી અને જોયું કે અરવિંદ કેજરીવાલ દ્વારા શેર કરાયેલો વીડિયો અધૂરો હતો. વીડિયોના લાંબા વર્ઝનમાં એકવાર મોંમાંથી પાણી થૂંક્યા પછી નાયબસિંહ સૈની ફરીથી પાણી પીતા જોવા મળે છે.
અરવિંદ કેજરીવાલે અધૂરો વીડિયો શેર કરતી વખતે પોતાના ભૂતપૂર્વ હેન્ડલ પર લખ્યું, 'હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીવાનો ડોળ કર્યો... અને પછી તે જ પાણી પાછું યમુનામાં થૂંકી દીધું.'
ટ્વિટર પર બીજા એક યૂઝરે પણ આ વીડિયો શેર કર્યો છે.
ફેક્ટ ચેક
BOOM એ તપાસ કરી અને જાણવા મળ્યું કે અરવિંદ કેજરીવાલ દ્વારા ભ્રામક દાવા સાથે એક ક્રૉપ કરેલો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
ક્રૉપ્ડ વીડિયો કરવામાં આવ્યો શેર
અમે ગૂગલ લેન્સ પર વીડિઓના મુખ્ય ફ્રેમ્સ રિવર્સ ઇમેજમાં શોધ્યા. શોધ દરમિયાન અમને સમાચાર એજન્સી ANI ના X હેન્ડલ પર 57 સેકન્ડનો એક વીડિયો મળ્યો.
વીડિયોના સાતમી સેકન્ડમાં તે મોંમાંથી પાણી કાઢતા જોવા મળી રહ્યાં છે પરંતુ પછીથી તે ફરીથી હાથમાં પાણી લઈને પીવે છે. કેજરીવાલ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં 7 સેકન્ડ પછીનો ભાગ દૂર કરવામાં આવ્યો છે.
અમને સમાચાર એજન્સી પીટીઆઈના x હેન્ડલ પર મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો આ વીડિયો પણ મળ્યો. યમુનાનું પાણી પીધા પછી મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે અરવિંદ કેજરીવાલના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા.
આ બાબતમાં સંબંધિત ગૂગલ કીવર્ડ્સ શોધતી વખતે અમને ઘણા મીડિયા રિપોર્ટ્સ પણ મળ્યા. ન્યૂઝ 18 દ્વારા પ્રસારિત કાર્યક્રમમાં દર્શાવવામાં આવેલા વિજ્યૂઅલ્સમાં સીએમ સૈની યમુનાનું પાણી પીતા પણ જોઈ શકાય છે.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનામાં એમોનિયાના વધતા સ્તર માટે હરિયાણાની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી. 27 જાન્યુઆરીના રોજ, તેમણે હરિયાણાની ભાજપ સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ફેલાવવાનો અને દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય સાથે રમવાનો આરોપ લગાવ્યો હતો.
કેજરીવાલના આરોપોના જવાબમાં, નાયબસિંહ સૈની હરિયાણા-દિલ્હી સરહદ પર સ્થિત પલ્લા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને રદિયો આપવા અને વહેતી યમુનાનું પાણી પીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.
અરવિંદ કેજરીવાલે આ જ ઘટનાના વીડિયોનું ક્રૉપ કરેલું વર્ઝન શેર કર્યું હતું અને સૈની પર પાણી પીવાનો ડોળ કરવાનો આરોપ લગાવ્યો હતો.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક Boom એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)