દિલ્હી અને ઉત્તર પ્રદેશની સીમા પર ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ કરવામાં નહીં આવે. ખેડૂતો માત્ર જિલ્લા અધિકારીને આવેદન આપશે.
સંયુક્ત કિસાન મોર્ચા અનુસાર, દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગો પર બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. તે દરમિયાન ઈમરજન્સી અને આવશ્યક સેવાઓ જેવી કે એમ્બ્યુલેન્સ, સ્કૂલ બસ વગેરેને રોકવામાં નહીં આવે.
કિસાન મોર્ચાએ કહ્યું કે, ચક્કાજામ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. દિલ્હી એનસીઆરમાં ચક્કાજામનો કોઈ કાર્યક્રમ નથી. કારણ કે તમામ વિરોધ સ્થળ પહેલાથી જ ચક્કાજામની સ્થિતિમાં છે. દિલ્હીમાં પ્રવેશ કરવા માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે. જ્યાં પહેલાથી જ ખેડૂતો આંદોલન કરી રહેલા છે તે રસ્તાઓ બંધ રહેશે.કિસાન મોર્ચાએ કહ્યું કે, સૌને અપીલ છે કે, ચક્કાજામમાં ભાલ લો અને ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંકેત આપે.