હરિયાણા સરકારે રાજ્યના 17 જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરી છે. સૂચના વિભાગે ટ્વિટ કરી કહ્યું, તાત્કાલિક પ્રભાવથી અંબાલા, યમુનાનગર, કુરક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિંસાર, જીંદ, રોહતક, ભિવાની,ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા જિલ્લામાં વોઈસ કોલને છોડી ઈન્ટરનેટ સેવાઓ 30 જાન્યુઆરી, 2021 સાંજે 5 વાગ્યા સુધી બંઘ કરવાનો નિર્ણય કર્યો છે.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે, સોનીપત, પલવલ ઞઝ્ઝરમાં પહેલાથી જ ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી-હરિયાણાની સિંધૂ બોર્ડર ખેડૂત આંદોલનનું કેંદ્ર છે. અહીં બે મહીનાથી વધારે સમયથી ખેડૂતો કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા છે. આજે સિંધૂ બોર્ડર પર કથિત સ્થાનીક લોકો પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ઝડપ થઈ હતી. આ દરમિયાન એક એસએચઓ સહિત ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.

ગુરુવારની રાત્રે દિલ્હી અને ઉત્તરપ્રદેશની ગાજીપુર બોર્ડર પર ખેડૂત સંગઠનો અને પ્રશાસનમાં ટકરાવની સ્થિતિ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે. પ્રશાસને રાત સુધી ખેડૂતોને ધરણા સ્થળ ખાલી કરવા આદેશ આપ્યો હતો.

જ્યારે ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેઓ આંદોલન પૂર્ણ નહી કરે. સાથે જ તેમણે લોકોને ગાજીપુર આંદોલનમાં આવવાની અપીલ કરી છે.