દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરી રહ્યા છે. દિલ્હીની વિવિધ બોર્ડર પર થઈ રહેલા પ્રદર્શનમાં ખેડૂતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.


આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનને દબાવવા જામર લગાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવો બોગસ હોવાનું જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

મહેસાણા ડેરી કૌભાંડઃ  વિપુલ ચૌધરીએ કેવી ચાલાકી વાપરીને પોતે જમા કરાવવાના થતા 9 કરોડ રૂપિયાનો બારોબાર ખેલ પાડ્યો ?

મોદી આવતી કાલે કચ્છ આવશે, જાણો કેટલા કલાક રોકાશે ? ક્યારે થશે આગમન ને ક્યારે વિદાય લેશે ? શાનું લોકાર્પણ કરશે ?

ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું  ? જાણો મોદી સરકારે શું કહ્યું ?