પોલીસના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં ગડબડ કરવાના હેતુથી ત્રણ આતંકીઓએ ત્રણ દિવસ પહેલા ઘુસણખોરી કરી હતી. પોલીસનું માનીએ તો આતંકીઓએ શોપિયા જવાની ફિરાકમાં હતા. આ સૂચના બાદ પોલીસ ત્રણેય આતંકીઓની શોધમાં હતી.
જમ્મુ પોલીસનો દાવો છે કે બે દિવસ પહેલા પોલીસ પાર્ટી ત્યાં પહોંચી, પરંત બરફવર્ષાના કારણે ઓપરેશન શરૂ ન થઈ શક્યું. રવિવારે સાંજે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ અને સુરક્ષાદળોએ તેને સરેન્ડર માટે કહ્યું, આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. આ ફાયરિંગમાં સુરક્ષાદળોએ બે પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા હતા.
આ આતંકીઓની ઓળખ સાજિદ અને બિલાલના રૂપમાં થઈ છે. પોલીસે અથડામણવાળા સ્થળ પરથી એકે-47 રાઈફલ, 1 યૂબીજીએલ અને એર થોરાટા સ્માર્ટફોન મળી આવ્યો છે હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.