ઉલ્લેખનીય છે કે સરકારના પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતાણવી આપી છે. ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ છે કે જ્યાં સુધી કૃષિ કાયદા રદ્દ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરતા રહીશું. આંદોલન લાંબુ ચાલશે તો આ માટે વ્યવસ્થા પણ દિલ્હીની અલગ અલગ બોર્ડર પર મુકમ્મલ દેખાઇ રહ્યું છે.
450 કિલોમીટર દુર પંજાબના ઘોડાની સવારી કરતા ગુરુ નાનાક દળ મડીયાનો જથ્થો દિલ્હી બોર્ડર પહોંચી ગયો છે. કોંડલી બોર્ડરની નીક આ જથ્થાએ ડેરો જમાવ્યો છે, અને ખેડૂતોની મદદ કરવાની શરૂઆત કરી દીધી છે.
ખેડૂતોને ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે આ ગુરુ નાનક દળે જવાબદારી ઉપાડી લીધી છે, ક્યાંક રોટલીઓ બનાવવામાં આવી રહી છે તો ક્યાંક શાકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આના પરથી લાગી રહ્યું છે કે ખેડૂતોનુ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.