ઉલ્લેખનીય છે કે, પૉપ સિન્ગર રિહાના બાદ ગ્રેટા થનબર્ગ, અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના અનેક લોકોએ ખેડૂતોના પ્રદર્શનને સમર્થન આપ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાણકારી વગર કોમેન્ટ કરવાને બેજવાબદાર ગણાવ્યું છે.