પંજાબ અને હરિયાણાથી દિલ્હી માટે ખેડૂતનો જથ્થો નીકળી ચૂક્યો છે. જ્યારે દિલ્હી નોઈડાની ચિલ્લા બોર્ડરને 12 દિવસ બાદ ખોલી દીધી છે. આ પહેલા ખેડૂતોએ દિલ્હી-જયપુર રાષ્ટ્રીય રાજમાર્ગને શનિવારે બંધ કરવાની ચેતવણી આપી હતી પરંતુ હાઈવે બંધ કર કરવા કોઈ નેતા પહોંચ્યા નહોતા. ત્યારે હવે સંગઠને રવિવારે હાઈવે બ્લોક કરવાની તૈયારીમાં છે. જેના પગલે દિલ્હી પોલીસે સરહદ પર સુરક્ષા વધારી દીધી છે.
ખેડૂત નેતા કમલ પ્રીત સિંહ પન્નુએ શનિવારે એલાન કર્યું હતું કે, તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે અનશન પર બેસશે. સાથે જ તેમણે કહ્યું કે, અમે અમારી માતાઓ બહેનોને આ આંદોલનમાં સામેલ થવા માટે આહવાન કરીએ છીએ. તેમના રહેવાનું, રોકાવાની વ્યવસ્થા કર્યા બાદ અમે તેઓને આંદોલનમાં સામેલ કરીશું.
કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનકારી ખેડૂતોએ શનિવારે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હાઈવ પરના ટોલ પ્લાઝા પર એકત્ર થયા હતા. સાથે ખેડૂતો દાવો કર્યો છે કે, જલ્દી જ દિલ્હીની સરહદ પર હજુ હજારોની સંખ્યામાં ખેડૂતો પહોંચશે અને આંદોલનને વધુ આક્રમક કરશે.
ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે. સરકાર સાથે આર-પારની લડાઈ લડવાની એલાન કરી ચૂકેલા ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી. અને પોતાના આંદોલનને વધુ તેજ કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે પંજાબ-હરિયાણા સહિત અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરાવ્યા બાદ અલગ અલગ રાજ્યોથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.