15 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર રોકડ ટોલ ચુકવવાની સુવિધા ખતમ કરવામાં આવશે. ટોલ પર માત્ર ફાસ્ટેગથી ટોલ ચૂકવી શકાશે.
હાલમાં એનએચઆઈના નેટવર્કમાં કુલ 537 ટોલ પ્લાઝા છે. જેમાં 17 ટોલ પ્લાઝાને છોડીને બાકીના ટોલ પ્લાઝાની લેન આગામી 30 નવેમ્બર સુધી ફાસ્ટેગથી સજ્જ થઈ જશે. સરકારને નક્કી કર્યું છે કે જેની ગાડી પર ફાસ્ટેગ નહીં હશે તેમણે ઇલેક્ટ્રોનિક ટોલ લેનમાં ઘૂસવા પર ડબલ ટોલ ચૂકવવો પડશે.
ફાસ્ટૈગ ખરીદતી વખતે 150 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. પરંતુ તેને પ્રત્સાહન આપવા માટે એનએચઆઈ હાલમાં મફત આપશે. જો કે ફ્રિ ફાસ્ટૈગ માત્ર એનએચઆઈના પોઈન્ટ ઓફ સેલ પર મળશે.