સંભલ: જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘનમાં શહીદ જવાન સુધીશ કુમારના પરિવારજનો શહીદ જવાનના અંતિમ સંસ્કાર કરવા તૈયાર થઈ ગયા છે. પરિવારજનોએ પહેલા યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અંતિમ સંસ્કારમાં આવવાની માંગ કરી હતી. પરિવારજનોનું કહેવું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં આવે ત્યાં સુધી સુધીશ કુમારનો અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે, જો કે, પરિવારજનો સાથે વાતચીત કર્યા પછી તેઓ માની ગયા હતા.

સપા નેતાઓએ પરિવારજનો સાથે વાત કરી હતી, સપાના જિલ્લા અધ્યક્ષ ફિરોઝ ખાન અને પૂર્વ મંત્રી બ્રૂજેંદ્ર પાલે જણાવ્યું કે પરિવાર સાથે અમે વાત કરી અમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, શહીદ જવાનની યાદમાં રસ્તાનું નામ રાખવામાં આવશે અને એક કૉલેજ બનાવવામાં આવશે. તેના સિવાય શહીદના પરિવારજનોને સીએમ અખિલેશ યાદવ સાથે મુલાકાત પણ કરાવવાનું વચન આપ્યું હતું.

તેના પહેલા પરિવારજનોએ સીએમ અખિલેશ યાદવ આવે તોજ અંતિમ સંસ્કાર કરવાની માંગ પર મક્કમ હતા. શહીદ થયેલા સુધીશ કુમારના પિતા બ્રહ્મપાલે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ જાતિ આધારિત ભેદભાવ બંધ કરવો જોઈએ. તેમને માંગણી કરી હતી કે, અખિલેશ યાદવે પણ પોતાના પુત્રની શહીદી માટે તેટલું જ સમ્માન આપવું જોઈએ, જે તેમને બીજા જવાનો માટે આપ્યું છે. શહીદ સુધીશનો મૃતદેહ હાલ તેના ગામ પંસુખામિલક લાવવામાં આવ્યો હતો.