નવી દિલ્હીઃ સાડી, સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને સંસદમાં શપથ લેનારી તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુરસત જહાં સામે ફતવો જાહેર કરવામાં આવ્યો છે. દેવબંદના ધર્મગુરુઓએ ફતવો જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ છોકરીએ માત્ર મુસ્લિમ છોકરા સાથે જ નિકાહ કરવા જોઈએ.


આ મામલે મુસ્લમિ ધર્મગુરુ અસદ વસમીએ કહ્યું, તપાસ બાદ ખબર પડી છે કે નુસરતે જૈન ધર્મના યુવક સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામ કહે છે મુસ્લિમના લગ્ન મુસ્લિમ સાથે જ થવા જોઈએ. નુસરત એક અભિનેત્રી છે અને અભિનેતા-અભિનેત્રી ધર્મની ચિંતા કરતી નથી. તેમનું મન જેમ કહે તેમ કરે છે. તેનું પ્રદર્શન તેમણે સંસદમાં કર્યું.

વસમીએ કહ્યું, તે સંસદમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને આવી. આ અંગે વાત કરવી યોગ્ય નથી. તેની જિંદગીમાં અમે દખલ દેવા નથી માંગતા. નુસરતે 19 જૂને કારોબારી નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. તે પશ્ચિમ બંગાળના બશીરહાટથી સાંસદ છે. તે 3.5 લાખ વોટથી જીતી હતી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભગવા જર્સીને લઇ આપ્યું નિવેદન, કહ્યું- સારી છે પણ......

મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત  

વરસાદની આગાહીના કારણે ગુજરાતમાં ક્યાં NDRFની ટીમો કરાઈ તૈનાત, જુઓ વીડિયો