નવી દિલ્હી: સઉદી અરબના વરિષ્ઠ ધર્મગુરુઓએ વિશ્વભરમાં ચર્ચિત થઈ રહેલી ગેમ પોકેમૉન ગો ગેમની સામે ફતવો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે, આ ગેમથી જુગાર સામે લગાવવામાં આવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગેમની વિરુદ્ધ 15 વર્ષ જૂનો ફતવો ફરીથી જાહેર કરવામાં આવ્યો છે.

સઉદી મીડિયાથી દેશની પ્રમુખ ધાર્મિક પરિષદના મતે કહેવામાં આવ્યું છે કે, 15 વર્ષ જૂની આ ગેમ ઈસ્લામ વિરુદ્ધ છે. જો કે, પરિષદે કહ્યું કે, આ ગેમને નવા લોકપ્રિય વર્ઝનમાં  જૂની ગેમ જુગારને પ્રોત્સાહન આપે છે. એના પહેલા સઉદી અરબમાં chessને પણ આ કારણોથી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

એક વિદેશી અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, પોકેમૉન ગોની સામે જાહેર કરવામાં આવેલા ફતવામાં કુવૈતના ગૃહમંત્રાલયની ચેતવણીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયની ચેતવણીમાં કોઈ પણ મઝાર, શૉપિંગ સેંટર, મૉલ અને પેટ્રોલ પંપની પાસે આ ગેમને રમવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા કમેટીના સભ્ય હામિદ વખીતે કહ્યું હતું કે, રિયલ્ટી વીડિયોવાળી આ ગેમનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે.