સોમવારે 6 કલાક ફેસબુક, વ્હોટસએપ અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ઠપ્પ થઇ ગયું હતું. આ સર્વિસ ડાઉન થવા પાછળ એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. આ વ્યક્તિ એક હેકર છે અને તેનું નામ થોમસ છે. આ હેકરના કારસ્તાનના કારણે જ સોમવારે 6 કલાક ફેસબુક, વ્હોટસએપ અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ઠપ્પ થઇ ગયું હતું. આ શખ્સની નામ સામે આવતાં અમેરિકાની એફબીઆઇએ તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


હવે એવું જાણવા મળ્યું છે કે, 'થોમસ નામના હેકરને કારણે આ સેવાઓ અટકી પડી હતી. જેને અમેરિકાની ગુપ્તચર સંસ્થા FBI પકડશે.  પ્રાપ્ત માહિતી અનુસાર, આની જવાબદારી એફબીઆઈ સાયબર ક્રાઈમ ઓફિસર જોન મેકક્લેનને આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે થોમસ એક મોટો સાયબર ક્રિમિનલ છે. સોમવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ લગભગ છ કલાક સુધી બંધ રહી હતી અને તેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ છ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની વેબસાઇટ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે સાઇટ હજુ ધીમી છે. કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને સંપૂર્ણપણે ઠીક થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.


ફેસબુકે ટ્વિટર પર કહ્યું, 'અમે દિલગીર છીએ. વિશ્વભરના લોકો અને વ્યવસાયો આપણા પર નિર્ભર છે. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને એ જણાવવામાં આનંદ થાય છે કે તેઓ ફરીથી ઓનલાઈન થયા છે. અમારી સાથે રહેવા બદલ આભાર.'  ઈન્સ્ટાગ્રામ પરથી ટ્વીટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે, 'ઈન્સ્ટાગ્રામ ધીરે ધીરે છે પણ ચોક્કસ હવે પાછું આવી રહ્યું છે. અમારી સાથે રહેવા બદલ આભાર અને તમને રાહ જોવા માટે માફ કરશો. '


ફેસબુકના ડાઉન થવાને કારણે (Facebook face mega outage), તેના સહ-સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તેની નેટવર્થમાં થોડા કલાકોમાં $ 7 બિલિયન (લગભગ 52 હજાર કરોડ રૂપિયા) નો ઘટાડો થયો અને તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા છે.


નોંધનીય છે કે ભારતીય સમય મુજબ સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ દરેક વ્યક્તિએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સેવાઓ બંધ થઈ ગઈ હતી. ફેસબુકની સેવાઓ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વેરિઝન, એટ એન્ડ ટી અને ટી મોબાઇલ જેવી અમેરિકન ટેલિકોમ કંપનીઓની સેવા પણ કલાકો સુધી અટકી હતી.