મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કરેલી અભદ્ર ટીપ્પણીને લઈ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉન્નાવ રેપ કેસમાં જેલમાં સજા કાપી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જામીન મળ્યાનું નકલી ટ્વિટ કરવા બદલ ધારાસભ્યની પુત્રીએ કોંગ્રેસ નેતા સામે ફરિયાદ નોંધાવી છે.


કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, જેના પર પીએમ, સીએમ, એમપી સાક્ષીના આશીર્વાદ હોય તેને કોઈપણ અદાલત વધારે સમય જેલના સળિયા પાછળ ન રાખી શકે. હાઈકોર્ટના જજે આમ કરીને પોતાનો જીવ બચાવ્યો છે. મહિલા મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ તેમના આ નેતાની મુક્તિ અભિનંદન.

અલ્કા લાંબાએ પીએમ મોદી અને યુપીના સીએમને લઈ અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. જે બાદ તે સતત સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાન પર છે.

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંબા સામે ફરિયાદ નોંધાવી છે.