નવી દિલ્લી: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે ગળાની સર્જરી માટે બેંગલુરુ જવાના છે. ત્યારે તેમની ગેરહાજરીમાં આજે બીજા બે ધારાસભ્યોને દિલ્લી પોલીસ ધરપકડ કરી શકે છે. છેડતીના આરોપમાં ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. કાલે માલવીય નગરના ધારાસભ્ય સોમનાથ ભારતી ઉપર પણ એમ્સની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ નોંધાયો છે. સંભવિત ધરપકડ પહેલા આપે મોદી અને દિલ્લી પોલીસ પર આરોપોનો માળો ચલાવી દીધો છે.
ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ પર સાળાની પત્નીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ સાચો છે કે ખોટો, એ નક્કી થયા પહેલા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ધારાસભ્યને ક્લીન ચીટ આપી દીધી છે. સિસોદીયાએ કહ્યું છે કે, તેમના પારિવારિક ઝઘડાને લીધે તેમને ખોટા આરોપોમાં ઘસેડી શકાય નહીં. જેથી આમ આદમી પાર્ટીએ અમાનતુલ્લાહનું રાજીનામુ નામજૂંર કરી દીધું છે.
ફરિયાદકર્તા મહિલાએ દિલ્લીની સાકેત કોર્ટમાં રવિવારે 164 પ્રમાણે નિવેદન નોંધાવ્યું હતું. જ્યારે ફરિયાદકર્તા મહિલાના પરિવારે આ વાતનું સમર્થન કર્યું છે કે મહિલાને બે મહિના પહેલા પોતાના પતિની સાથે છૂટાછેડા થઈ ચૂક્યા છે.