કેરળના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું, સોનાની તસ્કરી કેસ સાથે જોડાયેલી અનેક મહત્વની ફાઈલો આગમાં નાશ પામી છે. કોઈ બેકઅપ ઉપલબ્ધ નથી. આ એક શંકાસ્પદ મામલો છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયન આ માટે જવાબદાર છે.
સચિવ પી હનીએ કહ્યું કે, એક કમ્પ્યૂટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની શંકા છે. કોઈ મહત્વપૂર્ણ ફાઈલ નાશ નથી પામી. તમામ સુરક્ષિત છે. દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.