પણજી: રક્ષા મંત્રી મનોહર પર્રિકરે શુક્રવારે ગોવામાં એક રેલીને સંબોધિત કરતા સીમા પાર થઈ રહેલા ગોળીબાર વિશે લોકોને જણાવ્યુ કે આપણા દેશે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાઈરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. હવે દુશ્મને પણ એ વાત સમજાઈ ગઈ છે કે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપશું. રક્ષા મંત્રીએ જણાવ્યું કે સીમા પાર થનાર ફાઈરિંગ છેલ્લા બે દિવસથી બંધ છે. તેમણે જણાવ્યું કે સઈજિકલ સ્ટ્રાઈક બાદ સરહદ પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે 29 સપ્ટેમ્બરના સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન 300થી વધુ વખત યુધ્ધ વિરામનો ભંગ કરી ચૂક્યું છે.


રક્ષા મંત્રીએ ડીજીએમઓ લેવલની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક દિવસ પહેલા પાકિસ્તાન તરફથી ફોન આવ્યો હતો. તેઓ નિવેદન કરી રહ્યા હતા કે ભારત તરફથી ગોળીબાર ન કરવામાં આવે, જેના જવાબમાં અમે કહ્યું જવાબી ફાઈરિંગ રોકવામાં અમને કોઈ પરેશાની નથી, કારણ કે અમને પણ આ સારૂ નથી લાગતું. પરંતુ સીમા પારથી ફાઈરિંગ બંઘ થવું જોઈએ. છેલ્લા બે દિવસથી સીમા પારથી કોઈ ગોળીબાર નથી થયો.