ઉલ્લેયનીય છે કે, યુપી સરકાર લવ જિહાદને લઈ અધ્યાદેશ લાવી છે, જેને રાજ્યપાલે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. જેના બાદ શનિવારે દેવરનિયા પોલીસ સ્ટેશનમાં લવ જિહાદ પર પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પીડિત વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, પ્રેમમાં ફસાવીને આરોપીએ તેમની દિકરી પર ધર્મ પરિવર્તનનો દબાણ બનાવ્યું છે. ઓરાપીએ વિદ્યાર્થીનીને પહેલા પોતાના પ્રેમ જાળમાં ફંસાવી અને એક વર્ષ પહેલા તેનું અપહરણ પણ કર્યું હતું. જેના બાદ પોલીસે વિદ્યાર્થીને મુક્ત કરાવી હતી. તેના બાદ પણ આરોપીએ વિદ્યાર્થીનીનો પીછો નથી છોડ્યો અને તેના પર ધર્મ પરિવર્તનનું દબાણ બનાવતો રહ્યો હતો.
જબરજસ્તી ધર્માંતરણને લઈ બરેલી પોલીસે પહેલી એફઆઈઆર નોંધી છે. ઉવેશ અહમદ નામના એક યુવક પર આરોપ છે કે, બીજા સમુદાયની વિદ્યાર્થીને લાલચ આપી જબરજસ્તી ધર્મ પરિવર્તિત કરાવવાનું દબાણ બનાવી રહ્યો છે. પીડિત વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે અને આરોપની તપાસ શરુ કરી દીધી છે. ઓરાપીની શોધખોળ ચાલી રહી છે.