ચંદ્રયાન-2એ 21મી ઓગષ્ટે એટલે કે ગઈ કાલે બુધવારે ચંદ્ર ની તસવીરો લીધી હતી. ઇસરોએ જણાવ્યું કે આ તસવીરમાં Mare Orientale basin અને અપોલો ક્રેટર્સ પણ જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈસરોએ બુધવારે જાણકારી આપી હતી કે ચંદ્રયાન-2ને ચંદ્રની બીજી કક્ષામાં પહોંચવા માટે 1228 સેકન્ડ લાગ્યા. ચંદ્રની કક્ષાનો આકાર 118 કિમી ગુણ્યા 4412 કિલોમીટર છે. જેમાંથી થઈને સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે.
ઈસરોના અધ્યક્ષ કે સિવનને ‘ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ’ પુરસ્કારથી સન્માનિત કરાયા