નવી દિલ્હી: ગાજિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં ગટર સફાઈ કરવા દરમિયાન 5 લોકોના મોત થયાં છે. તમામ મૃતકો બિહારના હોવાનું સામે આવ્યું છે. પાંચેય લોકોનું અંદર દમ ઘુંટાવાથી મોત થયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.


ગટરમાં પહેલાં એક સફાઈકર્મી ગયો હતો તે બહાર નહી આવતા બીજો ગયો, આવી રીતે પાંચેય સફાઈકર્મી ગટરમાં ઉતર્યા અને તેમના મોત થયાં. દુર્ઘટના બાદ ગટરના તુરંત બંધ કરી દેવામાં આવી અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘઘટનાની જાણ થતાં વહીવટી અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.