નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દેશમાં આગામી વર્ષ સુધી આર્મી  સ્કૂલ ખોલશે. આ સ્કૂલમાં બાળકોને સૈન્યના અધિકારી બનવાની ટ્રેનિગ આપવામાં આવશે. આ સ્કૂલને આરએસએસના એજ્યુકેશન વિંગ વિદ્યા ભારતીના હાથમાં હશે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આરએસએસના સરસંઘ ચાલક રાજેન્દ્ર સિંહ ઉર્ફ રજ્જૂ ભૈયાના નામ પર તેનું નામ રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિર રાખવામાં આવશે. આ સ્કૂલની સ્થાપના યુપીના બુલંદશહેર જિલ્લામાં  કરવામાં આવશે. બુલંદશહેર જિલ્લામાં વર્ષ 1992માં રજ્જૂ ભૈયાનો જન્મ થયો હતો. આ સ્કૂલ સીબીએસઇનો પાઠ્યક્રમ ફોલો કરશે. આ સ્કૂલમાં છથી12 ધોરણ સુધીનો અભ્યાસ કરાવાશે. સ્કૂલનું સેશન એપ્રિલથી શરૂ થશે. ક્ષેત્રીય સંયોજક અજય ગોયલે કહ્યું કે, આ એક પ્રયોગ છે જેને અમે દેશમાં પ્રથમવાર કરી રહ્યા છીએ. જો આ સફળ થશે તો ભવિષ્યમાં અન્ય સ્થળો પર સ્કૂલના આ મોડલને લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રથમ બેન્ચ માટે પ્રોસપેક્ટ્સ લગભગ તૈયાર છે. અમે ટૂંક સમયમાં અરજીઓ મંગાવીશું. છઠ્ઠા ક્લાસમા પ્રથમ બેન્ચમાં 160 બાળકો હશે. જેમાં 56 બેઠકો શહીદ પરિવારના બાળકો માટે અનામત રહેશે. RSSના સ્વયંસેવક સ્કૂલમાં થનારા કાર્યક્રમોમાં ભાગ લેશે અને કેન્દ્રિય હિદુ સૈન્ય શિક્ષા સોસાયટી સંચાલિત કરશે. નોંધનીય છે કે હાલમા વિદ્યામંદિર દેશભરમાં 20 હજારથી વધુ સ્કૂલ ચલાવી રહ્યા છે.