જમ્મૂ-કાશ્મીર: જમ્મૂ-કાશ્મીરમાં સહરદ પર સુરક્ષા દળે ફરી એકવાર આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે. તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકીઓને સુરક્ષાદળે ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમજાન મહિનામાં કાશ્મીરમાં સીઝફાયરના નિર્ણય બાદ આંતકી ગતિવિધિઓમાં વધારો થયો છે.


રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, તંગધારમાં સવારે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને સુરક્ષાદળે નિષ્ફળ કર્યા છે. જેમાં પાંચ આતંકીઓને પણ ઠાર કર્યા છે, ઓપરેશ હજુ પણ ચાલું છે.

પવિત્ર મહિનો રમઝાનને જોતા કેન્દ્ર સરકારે એકતરફી સીઝફાયરની જાહેરાત કર્યા બાદ નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી કરવાનો આ પ્રથમ બનાવ છે. જો કે, આ અગાઉ પણ સેનાના કેટલાક જવાનોએ થોડાક દિવસ પહેલા સરહદ પાસે કેટલાંક આતંકીઓને જોયા હતા પરંતુ ફાયરિંગ બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.