Fleet Support Ship: ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે રૂ. 20,000 કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. સંરક્ષણ ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા' મિશન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અનુસાર, કેન્દ્ર સરકારે ઇન્ડિયન નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ શિપના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજો તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નૌકાદળના કાફલાને બળતણ, શસ્ત્રો અને ખોરાક મેળવવામાં મદદ કરવામાં આવશે.






સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ટોચના સ્તરે મંજૂર કરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે, જેમાં પાંચ અદ્યતન જહાજોનું નિર્માણ થવાનું છે. પાંચ જહાજોનું નિર્માણ વિશાખાપટ્ટનમ ખાતે સંરક્ષણ મંત્રાલયના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા કરવામાં આવશે.


આ જહાજો 8 વર્ષમાં તૈયાર થઈ જશે                                          


પાંચ ફ્લીટ સપોર્ટ શિપના નિર્માણ માટે ભારતીય નૌકાદળ દ્વારા HSL ને નામાંકિત કરવામાં આવી છે.  હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્ધારા આગામી 8 વર્ષમાં આ જહાજો બનાવીને નેવીને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દરેક જહાજનું વજન લગભગ 45,000 ટન હશે.


ઉચ્ચ સ્તરીય સૂત્રોને ટાંકીને ANIએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર (16 ઓગસ્ટ)ના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આશરે રૂ. 20,000 કરોડની કિંમતના પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. HSL દ્વારા પાંચ ફ્લીટ સપોર્ટ વેસલ્સનું નિર્માણ કરવામાં આવશે. કેટલાક ભારતીય ખાનગી ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે મળીને કામ કરવામાં આવશે. સ્વદેશી બનાવટના જહાજો સરકારી નિર્દેશોને અનુરૂપ ભારતીય નૌકાદળના આત્મનિર્ભરતાના લક્ષ્યોને પણ વેગ આપશે.


સમુદ્રમાં હશે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે


આ જહાજો દરિયામાં કામગીરી દરમિયાન નૌકાદળના વિવિધ કાફલાઓને ખોરાક, બળતણ અને દારૂગોળો સહિતની આવશ્યક સામગ્રી પૂરી પાડીને તેમની કામગીરીને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે લાંબા ગાળામાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોની ક્ષમતાઓને વેગ મળવાની અપેક્ષા છે.