Flood In Amarnath: અમરનાથની ગુફાની આસપાસ ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. ગુફાની આસપાસના પહાડોમાં ભારે વરસાદને કારણે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ જળાશયો અને નજીકના ઝરણા છલકાઈ ગયા હતા. તાત્કાલિક એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.


અત્યાર સુધીમાં 4,000 થી વધુ શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થિતિ નિયંત્રણમાં છે.



આ પહેલા 8 જુલાઈના રોજ અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. તે ઘટનામાં 15 લોકોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ગુમ થયા હતા. ત્યારે યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી.


આ પહેલા 8 જુલાઈના રોજ અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. તે ઘટનામાં 15 લોકોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ગુમ થયા હતા. 8 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. જેમાં ગુફા પાસે બનાવેલા અનેક તંબુ ધરાશાયી થયા હતા.


વાદળ ફાટ્યા બાદ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી


સુરક્ષા દળોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે સેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ 16 જુલાઈના રોજ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 2.30 લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે


43-દિવસની વાર્ષિક અમરનાથ યાત્રા 30 જૂને બે મુખ્ય માર્ગો (દક્ષિણ કાશ્મીરમાં 48-km-લાંબા પરંપરાગત નુનવાન-પહલગામ માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-લાંબા બાલટાલ માર્ગ) પર શરૂ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 2.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.


યાત્રા દરમિયાન કુલ 36 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.


રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન કુલ 36 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તે જ સમયે, 8 જુલાઈના રોજ પવિત્ર ગુફા અમરનાથ નજીક  વાદળ ફાટ્યા પછી અચાનક પૂરમાં 15 અન્ય શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો.