નવી દિલ્લીઃ આગામી મહિને બ્રાજિલમાં યોજાનાર ઓલંપિક પહેલા દેશમાં આ રમતોને લઇને ઉત્સાહ પૈદા થાય તે માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 જુલાઇએ ઇંડિયા ગેટ પર 'રન ફોર રિયો'નું આયોજન કરવામાં આવ્યું છે.

રમતમંત્રી વિજય ગોયલે એસોચેમના સમ્મેલનમાં કહ્યું કે,"અમે દેશમાં ઓલંપિકને લઇને ઉત્સાહ પેદા કરવા માંગીએ છીએ. આને ધ્યાનમાં રાખીને ઇંડિયા ગેર પર 'રન ફોર રિયો'નું આયોજન કરવામાં આવ્યું છે. મેં જ્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, તે ખુદ આ કાર્યક્રમને લીલી ઝંડી દેખાડશે. હજારો લોકો ઓલંપિક ખેલાડીયોના સમર્થનમાં દોડશે" 1 ઓગસ્ટથી સેંટ્રલ પાર્ક પર વિશાળ સ્ક્રીન લગાડવામાં આવશે, જેના પર ઓલંપિકનું પ્રસારણ કરવામાં આવશે.

ગોયલે જણાવ્યું હતું કે, સેંટ્રલ પાર્ક પર તિરંગા નીચે વિશાળ સ્ક્રીન લગાડવામાં આવશે જેની સાથે ઓલંપિક ખેલાડીઓના કટ આઉટ પણ હશે. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે,ઓલંપિકમાં મહિલા પહેલવાનો સાથે મહિલા ફિજિયો જશે.

રમત સચિવ રાજીવ યાદવે જણાવ્યું હતું કે, ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની માં નસીમાં મિર્જા અન્ય ખેલાડીઓ સાથે અધિકારીઓના રુપમાં જશે. તેમણે જણાવ્યુ હતું. કે, સાનિયા દુનિયાની નંબર 1 ખેલાડી છે, તેની નસીમાજીને સાથે મોકલવાનો અનુરોધ માની લેવામાં આવ્યો છે. તે મહિલા ટીમની મેનેજર પણ છે.