નવી દિલ્લીઃ બહુજન સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સ્વામી પ્રસાદ મોર્ય આજે બીજેપીમાં સામેલ થઇ ગયા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી અગાઉ બીજેપીનો આ મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. બીજેપીના ઓફિસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશ બીજેપીના અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્ય પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
માયાવતી પર ટિકિટોમાં ગોલમાલ કરવાનો આરોપ લગાવ્યા બાદ બહુજન સમાજવાદી પાર્ટી છોડનારા સ્વામી પ્રસાદ મોર્ય બીજેપીમાં સામેલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. મોર્ય ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મોર્યએ માયાવતી પર આરોપ લગાવ્યો હતો કે તેણી આંબેડકરના સપનાઓને વેચી રહી છે.