રાયપુરઃ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની તબિયત અતિ ગંભીર છે અને કોમામાં જતા રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ એ રાયપુરની શ્રી નારાયણ હોસ્પિટલના હવાલાથી આ જાણકારી આપી છે.


એએનઆઈના જણાવ્યા મુજબ, છત્તીસગઢના પૂર્વ સીએમ અજીત જોગી કોમામાં જતા રહ્યા છે. તેમની હાલત ગંભીર છે. તેમના સ્વાસ્થ્યને લઈ જાણકારી આપતા શ્રીનારાયણ હોસ્પિટલે કહ્યું, તેમના શરીરમાં દવાની કેવી અસર થઈ રહી છે તે આગામી 48 કલાકમાં ખબર પડશે. તેમની હાલત નાજુક છે.



આ પહેલા અજીત જોગીની તબિયત શનિવાર, 9 મેના રોજ બપોરે 12 વાગે અચાનક બગડી હતી. હાર્ટ અટેકના કારણે તેમને ગંભીર હાલતમાં રાયપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ બુલેટિનમાં જણાવ્યા મુજબ, તેમણે ગંગા આંબલી (જંગલી ફળ) ખાધુ હતું, જે બાદ તેમને હાર્ટ અટેક આવ્યો અને બેભાન થઈને ઢળી પડ્યા હતા.

અજીત જોગીના પુત્ર અમીત જોગીએ ટ્વિટ કરીને કહ્યું, "અઢી કરોડ છત્તીસગઢવાસીઓની પ્રાર્થના અને ઈશ્વની ઈચ્છા પર જ બધું નિર્ભર છે. તે એક યોદ્ધા છે. અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ જલદી આ પરિસ્થિતિને હરાવીને સ્વસ્થ થઈ જશે. દવાની સાથે તમારી દુઆની પણ જરૂર છે."


મુખ્યમંત્રી ભૂપશે બધેલે અજીત જોગીના પુત્ર અમિત જોગી સાથે ફોન પર ચર્ચા કરીને તેના પિતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.