ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. રંજન ગોગોઈને દિલ્હીની બહાર જવા પર ઝેડ + સુરક્ષા મળી છે. સીઆરપીએફને તેમને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે.




રાજ્યસભા સદસ્ય ગોગોઈને પહેલા દિલ્હી પોલીસ સુરક્ષા પૂરી પાડતું હતું. ગોગોઈ નવેમ્બર 2019માં ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત થયા અને બાદમાં સરકારે તેમને રાજ્યસભાના સદસ્ય બનાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ઝેડ પ્લસ કેટેગરીના લોકોની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ સંભાળે છે અને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના પસંદ કરેલા લોકોને આપવામાં આવે છે. ઝેડ પ્લસ સુરક્ષા કોને અપાશે તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુપ્તચર વિભાગ તરફથી પ્રાપ્ત માહિતીના આધારે વીઆઇપીને ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.