મુંબઇઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ (Former Congress MP) અને પૂર્વ મુંબઇ અધ્યક્ષ એકનાથ ગાયકવાડનુ (Eknath Gaikwad Death) કોરોનાના કારણે નિધન (Eknath Gaikwad Passes Away) થઇ ગયુ છે. એકનાથ ગાયકવાડ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડના (Varsha Gaikwad) પિતા હતા. તેમનો મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં કોરોનાનો ઇલાજ ચાલી રહ્યો હતો, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા. જાણકારી અનુસાર આજે સવારે 10 વાગે તેમનુ નિધન થઇ ગયુ.


એકનાથ ગાયકવાડ એક પૂર્વ સાંસદ, મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાણીતા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને (Maharashtra Congress) આગળ લઇ જવામાં તેમનુ મહત્વપૂર્ણ યોગદાન હતુ. ગાયકવાડનુ અચાનક મૃત્યુ મુંબઇ પ્રદેશ કોંગ્રેસ માટે એક મોટો ઝટકો છે. કોંગ્રેસ સહિત તમામ રાજનેતા તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. એકનાથ ગાયકવાડનો આખો પરિવાર હાલના સમયમાં હૉસ્પીટલમાં છે. ગાયકવાડના મૃતદેહને બપોરે તેમના પરિવારને સોંપી દેવામાં આવશે, ત્યાબાદ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમના પરિવારને સાંત્વના આપવા હૉસ્પીટલ પહોંચી રહ્યાં છે. 


ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સતેજ પાટિલે એબીપી માંઝા સાથે વાતચીત દરમિયાન એકનાથ ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપી. તેમને કહ્યું- છેલ્લા 20-25 વર્ષોમાં અમે યુવા નેતાઓ તેમને એક વરિષ્ઠ નેતા તરીકે જોઇ રહ્યાં છીએ. તેમના જવાથી ચોક્કસપણે મુંબઇ પ્રદેશ કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. તેમને એક એવા નેતા તરીકે જોવામાં આવ્યા જે બધાને સાથે લઇને ચાલતા હતા, તેમની પાસેથી અમે ઘણી વાતો શીખી છે, જેમ કે કોઇના રાજકીય જીવનમાં સખત મહેનત કરવાની ઇચ્છા, કંઇક હાંસલ કરવાનો સંકલ્પ. 


દેશમાં કોરોના મહામારી તાંડવ.....


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371


કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709


કુલ મોત - 2 લાખ 01 હજાર 709