Navjot Singh Sidhu: નવજોત સિંહ સિદ્ધુ,જે તેમના બેબાક અંદાજ અને 'વાહ ગુરુ' સ્ટાઈલ માટે પ્રખ્યાત છે. હાલમાં સિદ્ધુ આઈપીએલમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સિદ્ધુ પાસે કોમર્સમાં ડિગ્રી છે અને તે લાંબા સમયથી ભારતીય ટીમના વિશ્વસનીય બેટ્સમેન પણ રહ્યા છે.
જોકે, આ વખતે નવજોત સિંહ સિદ્ધુ તેની કોમેન્ટ્રી માટે નહીં પણ તેના એક ટ્વિટને લઈને ચર્ચામાં છે. તેમણે એક ટ્વિટ કરીને ચાહકોના શ્વાસ થંભાવી દીધા છે. હકિકતમાં આજે નવજોત સિંહ સિદ્ધુએ એક ટ્વિટ કર્યું અને તેમાં લખ્યું કે, કાલે 30 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે મારા અમૃતસર નિવાસસ્થાન 110 હોલી સિટી ખાતે મારા જીવનનું એક નવું પાનું ખોલવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરીશ - બધા પત્રકારોને આમંત્રણ છે ...
જોકે, નવજોત સિંહ સિદ્ધુએ આ ટ્વિટમાં કોઈ કયા મામલે કયો નિર્ણય લેવાના છે તે ચોખવટ કરી નથી. તેથી સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, નવજોત સિંહ સિદ્ધુએ રાજકારણમાં પણ સક્રીય ભુમિકા ભજવી છે. હવે નવજોત સિંહ સિદ્ધુ શું આગળ શું નિર્ણય લેશે તે તો કાલની પ્રેસ કોન્ફરન્સ બાદ જ ખ્યાલ આવશે.
નવજોત સિંહ સિદ્ધુનું શિક્ષણનવજોત સિંહ સિદ્ધુનો જન્મ 20 ઓક્ટોબર 1963 ના રોજ પંજાબના પટિયાલા શહેરમાં થયો હતો. તેમના પિતા સરદાર ભગવંત સિંહ પણ એક સારા ક્રિકેટર હતા અને સિદ્ધુને ક્રિકેટ રમવાની પ્રેરણા તેમની પાસેથી મળી હતી. નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલાની યાદવીન્દ્ર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીના મહિન્દ્રા કોલેજમાંથી સ્નાતક થયા. તેમણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો.
નવજોત સિંહ સિદ્ધુને કેટલા પૈસા આપે છે BCCIIndia.com ના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નિવૃત્ત ખેલાડીઓને પેન્શન પૂરું પાડે છે. આ જ ક્રમમાં, નવજોત સિંહ સિદ્ધુને દર મહિને 70 હજાર રૂપિયા પેન્શન મળે છે. આ ઉપરાંત, તેની પાસે આવકના ઘણા સ્ત્રોત છે. સિદ્ધુ ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચોમાં કોમેન્ટ્રી કરીને લાખો રૂપિયા પણ કમાય છે. નવજોત સિંહ સિદ્ધુની કુલ સંપત્તિ આશરે 45 કરોડ રૂપિયા છે.
સિદ્ધુની કારકિર્દીતેમણે 19981 માં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં પોતાની પહેલી મેચ રમીને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તરત જ, 1983માં, તેમને ભારતીય રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી. મોટાભાગની મેચોમાં તે ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમનો ભાગ હતો. ક્રિકેટ પછી, તેઓ રાજકારણ તરફ વળ્યા અને 2004 માં અમૃતસરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બન્યા. તેમના પરિવાર વિશે વાત કરીએ તો, તેમની પત્નીનું નામ નવજોત કૌર સિદ્ધુ છે અને તેમને બે બાળકો છે - પુત્રી રાબિયા સિદ્ધુ અને પુત્ર કરણ સિદ્ધુ.