BJP Slams Congress on PM Modi Poster: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં પીએમ મોદીનું માથું અને હાથ-પગ ગાયબ છે. પોસ્ટ શેર કરતી વખતે, કોંગ્રેસ પાર્ટીએ લખ્યું, "જવાબદારીના સમયે GAYAB." આ પોસ્ટર શેર કરવા બદલ ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે તેની એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, તમે પાકિસ્તાન અને તેના સાથી કોંગ્રેસે ગમે તેટલી ધમકી આપવી હોય તે આપે; નવું ભારત ન તો ઝૂકશે કે ન તો તૂટશે. આતંકવાદનો જવાબ બિરયાનીથી નહીં પણ ગોળીઓથી મળશે. આ નિર્ણાયક નેતૃત્વનો યુગ છે.

 

કોંગ્રેસના 'GAYAB' X પોસ્ટ પછી, ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આ દરમિયાન ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસ કહેવું ખોટું નહીં હોય. તેમણે કહ્યું, "સમગ્ર ધ્યાન, સમગ્ર શક્તિ, વડા પ્રધાન મોદીજીનું નેતૃત્વ, સેનાની તાકાત, ભારતીયોની પ્રાર્થના આજે એક જ ધ્યેય સાથે કામ કરી રહી છે. એક ભારતીય રાજકીય પક્ષ પણ છે, જે આપણી વચ્ચે રહે છે, પરંતુ તેને લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસ કહેવું ખોટું નહીં હોય."

ગૌરવ ભાટિયા કોંગ્રેસ પર ગુસ્સે થયા

ગૌરવ ભાટિયાએ વધુમાં કહ્યું, "કોંગ્રેસીઓ દેશના વડા પ્રધાન જે એક ખડક છે, તે ખડકને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં રાહુલ ગાંધીની સંમતિ વિના કોઈ પાંદડું પણ હલતું નથી, ત્યાં રાહુલ ગાંધીના ઇશારે પોસ્ટ બનાવવામાં આવે છે, જે દેશને નુકસાન પહોંચાડે છે. તેમનો પ્રયાસ આ મહત્વપૂર્ણ સમયે ભારતને નબળો પાડવાનો છે અને કોંગ્રેસ પાકિસ્તાનને સંકેતો આપી રહી છે. જે કોઈ પણ આપણને નીચું દેખાડવાનો પ્રયાસ કરશે તે શક્તિનો અમે નાશ કરીશું."

તેમણે વધુમાં કહ્યું, "વિશ્વભરમાં રહેતા ભારતીય મૂળના લોકો પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનનો ઈરાદો અને હેતુ ક્યારેય પૂરો થશે નહીં. પાકિસ્તાનનો ઈરાદો અને હેતુ ક્યારેય પૂરો થશે નહીં. પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીએ માથું શરીરથી અલગ કરવાનો ઈશારો કર્યો અને કોંગ્રેસ આવી પોસ્ટ કરે છે. કોંગ્રેસ કહે છે કે પાકિસ્તાન, અમે તમારી સાથે છીએ."

ગૌરવ ભાટિયાએ કહી આ મોટી વાત

ગૌરવ ભાટિયાએ કહ્યું, " તેમને પ્રયાસ એવો છે કે, આ નિર્ણાયક સમયે ભારતને નબળું પાડવામાં આવે અને કોંગ્રેસ પાકિસ્તાનને સંકેતો આપી રહી છે. અમે તે શક્તિનો નાશ કરીશું જે અમને નીચું દેખાડવાની હિંમત કરે છે. પાકિસ્તાનની પ્રશંસા મેળવવા માટે દેશ સાથે દગો કરે છે. જ્યારે અમે આતંકવાદીઓ અને આતંકવાદી રાષ્ટ્રને પાઠ ભણાવીશું, તો પછી કોંગ્રેસના હેન્ડલ પરથી આવી પોસ્ટ્સ કેમ આવે છે?"