પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં વીઆરએસ લઇને રાજનીતિમાં આવનારા પૂર્વ ડીજીપી અને જેડીયુના નેતા ગુપ્તેશ્વર પાંડેને ટિકીટના મળ્યા બાદ પહેલીવાર મીડિયાની સામે આવ્યા. મીડિયા સાથે વાત કરતા ગુત્પેશ્વર પાંડેએ બિહાર વિધાનસભાની બક્સર બેઠક પરથી ટિકીટ ના મળવાની અટકળો પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું રાજનીતિમાં ક્યારેક ક્યારેક એવુ થાયુ છે, જેવુ તમે વિચાર્યુ હોય તેવુ નથી થતુ. હુ પાર્ટીનો સજાગ સિપાહી છુ, સાથે મુખ્યમંત્રીની પ્રસંશા કરતા કહ્યું કે હું છેતરાયો નથી કેમકે બિહારના સીએમ નીતિશ કુમાર કોઇને છેતરતા નથી.
તેમને કહ્યું કે, રાજનીતિમાં ક્યારેક ક્યારે એવુ જરૂર થાય છે, જેવુ તમે વિચારો છો એવુ નથી થતુ હોતુ. રાજનીતિમાં ઘણીબધી મજબૂરીઓ હોય છે. હુ એટલુ જરૂર કહેવા માગીશ કે હું પાર્ટીનો સાચો સિપાહી છું.
સુશાંત કેસને લઇને ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, અમે સારી રીતે કામ કર્યુ પરંતુ મુંબઇ પોલીસે બિહાર પોલીસનો સાથ ના આપ્યો. આ વાત બધાને ખબર છે. બિહાર પોલીસને બેઇજ્જત કરવામાં આવી, જે આજ સુધી કોઇપણ રાજ્યની પોલીસ સાથે નથી કરવામાં આવ્યુ. અમે અમારા અધિકારીને મુંબઇ મોકલ્યો તો તેને પણ થપ્પો મારી દેવામાં આવ્યો. મુંબઇ પોલીસ જો એમ કહી દેતી કે અહીં આવવાનુ નથી તો અલગથી વાત થતી, પરંતુ અમને પણ મજબૂરીમાં મોકલવા પડ્યા.
પોલીસમાંથી નેતા બનેલા ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે હું નિભાવીશ. પાર્ટી નક્કી કરશે મને કઇ જવાબદારી મળશે અને કયુ કામ કરવાનુ છે.
બિહાર ચૂંટણીઃ ટિકીટ ના મળ્યા બાદ સામે આવ્યા પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે, ચૂંટણી ના લડવાનુ આપ્યુ આ કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 08 Oct 2020 04:15 PM (IST)