નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે, તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ સાથે જ તેમને તેમના સંપર્કમાં આવેલા દરેક લોકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.


84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ છે, તેમને વર્ષ 2012 થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો, આ પહેલા તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા.

પ્રણવ મુખર્જીએ કોરોના વાયરસ પૉઝિટીવ આવવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું- આ વખતે હૉસ્પીટલની યાત્રા એક અલગ પ્રક્રિયા માટે. હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું.

પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વીટમાં લખ્યું છેલ્લા એક અઠવાડિયાથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અપીલ કરુ છુ કે તે દરેક ટેસ્ટ કરાવે, અને આઇસૉલેટ થઇ જાય.



પ્રણવ મુખર્જીને ભારતના ગણમાન્ય નેતાઓમાં સ્થાન મળેલુ છે, તેમને પોતાની કેરિયરમાં સારા કામો માટે એવોર્ડ પણ મળી ચૂક્યા છે. પ્રણવ મુખર્જીને ભારત રત્ન અને પદ્મ વિભૂષણ જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે