પુણેઃ કોરોનાથી દેશમાં વધુ એક નેતાએ જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનુ પુણેમાં નિધન થઇ ગયુ છે.


88 વર્ષના શિવાજીરાવ પાટિલ નિલંગેકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. ત્યારબાદ તેમને સારવાર માટે પુણેની હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા. શિવાજી પાટિલ નિલંગેકર 1985-1986માં થોડાક સમય માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તેમને લાતૂરમાં એક મોટા સહકારી નેતા તરીકે ઓળખવામાં આવે છે.



ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કૉવિડ-19ના 7760 નવા કેસો નોંધાયા છે, અને આનાથી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,57,956 થઇ ગઇ છે. સંક્રમણથી 300 અને દર્દીઓના મોત થિ જવાથી મૃતકોની સંખ્યા વધીને 16142 થઇ ગઇ છે.