નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહેકોરોના વાયરસને મ્હાત આપી છે. આજે 29 એપ્રિલે તેમને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે. મનમોહન સિંહ 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ થયા હતા. પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે કોરોનાની રસી કોવેક્સીનના બે ડોઝ લઈ લીધા છે. તેમની ઉંમર 88 વર્ષ છે અને તેમને ડાયાબિટિશની પણ બીમારી છે. 



ડૉ મનમોહન સિંહની બે બાયપાસ સર્જરી પણ થઈ છે. 1990માં તેમની પ્રથમ સર્જરી યૂનાઈટેડ કિંગડમમાં થઈ હતી. અને 2004માં તેમની એસ્કોર્ટ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 2009માં એઈમ્સમાં તેમની બીજી બાયપાસ સર્જરી થઈ હતી. તાવ આવવાના કારણે ગત વર્ષે મે મહીનામાં પણ ડૉ મનમોહન સિંહે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ કોરોનાનો પ્રકોપ ચરમ પર હતો.


કોરોના સંકટ સામે લડવા મોદી સરકારને આપ્યા હતા સૂચન 


કોરોના સંક્રમણ સામે લડવા માટે મનમોહન સિંહે પાંચ સૂચન આપતા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમને એ વાત પર જોર આપ્યું હતું કે મહામારી સામે મુકાબલો કરવા માટે રસીકરણ અને દવાઓની અછત દૂર કરવી જરુરી છે. 


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878
કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149
કુલ મોત - 2 લાખ 04 હજાર 832
15 કરોડથી વધારેને રસી અપાઈ



દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.