West Bengal Exit Poll Results 2021 Date Time: પશ્ચિમ બંગાળમાં આજે સાંજે આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જશે. બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસની વાપસી થશે કે રાજ્યમાં સત્તા મેળવવા તલપાપડ ભારતીય જનતા પાર્ટીને સફળતા મળશે તેનો અંદાજ આવી શકશે. ચૂંટણી પરિણામ 2 મેના રોજ જાહેર થશે પરંતુ આજે એબીપી ન્યૂઝ પર એક્ઝિટ પોલ દ્વારા બંગાળના દિલમાં શું છે તેનો સચોટ અંદાજ મેળવી શકશો.


સાંજે 5 વાગ્યાથી પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ


આજે સાંજે 5 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ જોઈ શકાશે  અને 2 મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામ પહેલા જ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે  જાણી શકાશે. સાંજે 5 વાગ્યાથી સતત તમે વોટર્સનો મૂડ જાણી શકો છો.


પશ્ચિમ બંગાળમાં સીટો


પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન યોજાયું. આજે અંતિમ તબક્કાનું મતદાન છે. બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થયું હતું જે બાદ 1,6,10, 17,22, 26 અને 29 એપ્રિલે અન્ય તબક્કાનુ મતદાન થયું.


ભાજપ-ટીએમસીએ લગાવી તાકાત


બંગાળ  જીતવા માટે ભાજપ અને ટીએમસીએ તમામ તાકાત લગાવી હતી. દેશમાં કોરોના વાયરસનો ખતરો હોવા છતાં, ત્યાં રેલીઓ થઈ અને પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સુધીના ઘણા નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો. તે જ સમયે ટીએમસીના વડા અને બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ પગમાં ઈજા થવા છતાં જોરદાર પ્રચાર કર્યો હતો. ચૂંટણીના છેલ્લા બે તબક્કા નજીક આવતાની સાથે જ કોવિડની કથળતી હાલતને કારણે ચૂંટણી પ્રચાર અટકી ગયો હતો. હવે દરેક 2 મે ના રોજ આવતા ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે.


Websites


લાઈવ ટીવી: https://www.abplive.com/live-tv


હિંદી વેબસાઈટ: https://www.abplive.com/


અંગ્રેજી વેબસાઈટ: https://news.abplive.com/


Youtube


હિંદી યૂટ્યૂબ: https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w


અંગ્રેજી યૂટ્યૂબ: https://www.youtube.com/user/abpnewstv


સોશિયલ મીડિયા યૂઝર્સ માટે પણ અમે એક્ઝિટ પોલ સાથે જોડાયેલ દરેક જાણકારી આપીશું


હિંદી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews


અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive


ટ્વીટર હેન્ડલ: twitter.com/abpnews


ઇન્સ્ટાગ્રામ: instagram.com/abpnewstv