જયપુર: રાજસ્થાનમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે પૂર્વ પીએમ મનમોહનસિંહે જયપુરમાં ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ અને કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


મનમોહનસિંહ આસમથી રાજ્યસભા સભ્ય હતા અને તેમનો કાર્યકાળ ગત 14 જૂને પૂરો થયો હતો. તેઓ 1991થી 2019 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે. રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવી રહી છે, કારણ કે કૉંગ્રેસ પાસે બહુમત છે.

કૉંગ્રેસ પાસે હાલમાં 112 ધારાસભ્યો છે અને 11 અપક્ષ ધારાસભ્યો કૉંગ્રેસના સમર્થનમાં છે, જ્યારે ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. એવામાં કૉંગ્રેસ પાસે આ રાજ્યસભા બેઠક જીતવાની તક છે.