પૂર્વ વડાપ્રધાન કાર્ડિયો ન્યૂરો સેંટરમાં એડમિટ છે. જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ચિંતાની કોઈ બાબત નથી. હાલ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ડોક્ટરોની નજર હેઠળ સારવાર લઈ રહ્યાં છે.
એમ્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજે લગભગ 8:45 વાગે મનમોહનસિંહને એમ્સમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને હાર્ટ વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. એમ્સના વરિષ્ઠ ડોક્ટર નીતિશ નાયકના નેતૃત્વમાં અજધો ડઝન ડોક્ટર્સની ટીમ તેમના ઈલાજમાં કામે લાગી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સારવાર બાદ હાલ તેમની તબિયત સુધારા પર હોવાથી તેમને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર લખ્યું હતું કે, અમે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જલ્દી સ્વથ્ય થવાની પ્રાથર્ના કરીએ છીએ.