નવી દિલ્હીઃ રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદરેણાનું નિધન થયું છે. 69 વર્ષીય મદરેણા કેન્સરની બીમારીથી પીડિત હતા. મહિપાલ મદરેણાનું નામ જોધપુર જિલ્લાના એએનએમ ભંવરી દેવીના અપહરણ અને હત્યા કેસમાં ચર્ચામાં આવ્યા હતા. તે સમયે મદરેણા રાજસ્થાનના જળ સંસાધન મંત્રી હતા. બાદમાં આ કેસના કારણે તેઓને હટાવવામાં આવ્યા હતા. ભંવરી દેવી કેસમાં મદરેણાને 10 વર્ષની જેલની સજા થઇ હતી. થોડા સમય અગાઉ હાઇકોર્ટે તેઓને જામીન આપ્યા હતા. 


મદરેણા છેલ્લા ઘણા સમયથી મોંના  કેન્સરથી પિડાતા હતા. બાદમાં તેઓને કોરોના થયો હતો. મદરેણાના અંતિમ સંસ્કાર તેમના પિતા પરસરામ મદરેણાની સમાધિ પાસે કરાશે.


 




જાણો કોણ હતા મહિપાલ મદેરાણા- 
મહિપાલ મદેરાણા, એક એવા વ્યક્તિ હતા જેના પરિવારનો રાજસ્થાનની રાજનીતિમાં સારુ એવુ પ્રભુત્વ હતુ, પિતા વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા હતા,  તે ખુદ પણ કેટલીય વાર જોધપુરના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2011માં સામે આવેલા એક કેસે મહિપાલ મદેરાણાની રાજનીતિક કેરિયરને ઘણીબધુ નુકસાન પહોંચાડ્યુ હતુ. આ કેસનુ નામ હતુ, ભંવરી દેવી મર્ડર કેસ....... આ કેસના કારણે મહિપાલ મદેરાણાને જેલ સંશાધન મંત્રીની ખુરશીથી હાથ ધોવા પડ્યા હતા. તે પણ આ કેસમાં આરોપી અને બાદમાં દોષિત ઠર્યા હતા.