દેશમાં કોરોના વાયરસનું ફરી સંક્રમણ વધી રહ્યું છે. આજે 34 દિવસ બાદ દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 407 કેસ નોંધાયા છે. તો કાલે 89 લોકોના મોત થયા. 17 હજારથી વધુ કેસ છેલ્લી વખત 28 જાન્યુઆરીએ નોંધાયા હતા. દેશના 6 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વઘારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને કર્ણાટક આ રાજ્યોમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યો છે.


મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ

મહારાષ્ટ્રમાં બુધવારે અહીં 9 હજારથી વધુ કેસ નોંધાયા. રાજ્યમાં હાલ સંક્રમિતોની સંખ્યા 21 હજાર પાર કરી ચૂકી છે,તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 42 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક 52,280 સુધી પહોંચ્યો છે. મંગળવારે સાંજે 6,559 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 115, સુરત કોર્પોરેશન 87, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશન 57, વડોદરા 12, ભાવનગર કોર્પોરેશન 10, સુરતમાં 9, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8, આણંદ-7, કચ્છ-7, મહેસાણા-7, ખેડામાં -6, પંચમહાલ-6, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા હતા.

કેરળ, તમિલનાડુમાં સંક્રમિતોની વધી સંખ્યા

દેશમાં કેટલાક રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 85 ટકા કેસ આ 6 રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે,  કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સતત સંપર્કમાં છે જ્યાં સતત સંક્રમણ વધી રહ્યું છે. કેરળના 9 જિલ્લામાં, તમિલનાડુના 7, અને પંજાબ ગુજરાતના 6-6- જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.