ભોપાલઃ મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એમપીએના હોશંગાબાદમાં દૂર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. અહીં એક રૉડ એક્સિડેન્ટમાં ચાર હૉકી ખેલાડીઓના મોત થયા છે, વળી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે.


માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના હોશંગાબાદમાં દર્દનાક દૂર્ઘટના ઘટી છે. અહીં હાઇવે નંબર 69 પર રેસલપુર ગામ નજીક હૉકી ખેલાડીઓની કારને અકસ્માત નડ્યો. કહેવાઇ રહ્યું છે કે હૉકી ખેલાડીઓ હોશંગાબાદમાં ચાલી રહેલી ધ્યાનચંદ ટ્રૉફીમાં રમવા માટે ઇટારસી જઇ રહ્યાં હતા.

દર્દનાક દૂર્ઘટનામાં ચાર હૉકી ખેલાડીઓના મોત થયા છે, વળી અન્ય કેટલાય ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.