ડિજિટલ અરેસ્ટના વધતા જતા કિસ્સાઓ વચ્ચે સાયબર સ્કેમર્સ તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરવા માટે એક નવી રીત લઈને આવ્યા છે. હવે તેઓ તમારા ઘરે પહોંચી ગયા છે. વાસ્તવમા સાયબર સ્કેમર્સ તમને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે મોટી કુરિયર કંપનીઓના નામની મદદ લઈ રહ્યા છે. તેથી, જો તમને તમારા ઘરના દરવાજા, વોટ્સએપ અથવા ઇમેઇલ પર કુરિયર કંપનીના નામે કોઈ મેસેજ મળ્યો હોય તો સાવધાન થઇ જજો.


છેતરપિંડીનો શિકાર બનાવવા માટે સાયબર સ્કેમર્સ લોકોને આવા મેસેજ મોકલી રહ્યા છે કે તમારું કુરિયર મિસ થઇ ગયું છે અને તે ડિલિવરી નથી થયું. તેને ફરીથી મેળવવા માટે ક્યૂઆર કોડને સ્કેન કરો. એવામાં જો તમે સાવચેત નહીં રહો, તો તમારું બેન્ક ખાતું ખાલી થઈ શકે છે.


સાયબર સ્કેમર્સ હવે તમારા ઘર કે મોબાઈલ પર મેસેજ મોકલી રહ્યા છે જેના પર લખ્યું છે કે – સૉરી વી મિસ્ડ યૂ. આ પછી એવું પણ લખવામાં આવ્યું હોય છે કે કુરિયર કંપનીએ તમારો સંપર્ક કર્યો હતો, પરંતુ તમારા ઘર કે ઓફિસમાંથી કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. કોઇએ તમારુ કુરિયર લીધું નહોતું. આ કુરિયરને ફરીથી પ્રાપ્ત કરવા માટે તમારે આ સ્ટેપને ફોલો કરવા પડશે. આ મેસેજમા એક QR કોડ પણ છે, જેને સ્કેન કરવા માટે કહેવામાં આવે છે.


QR સ્કેન કર્યા પછી શું થાય છે?


QR સ્કેન કરતાની સાથે જ તમે Urgus કંપનીની નકલી સાઈટ પર પહોંચી જાઓ છો. આ પછી તેની પાસે સામાનની ડિલિવરી માટે કેટલીક અંગત માહિતી માંગવામાં આવે છે. આમાં કુરિયરને ફરીથી શિડ્યૂલ કરવા માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે. આ સિવાય સાયબર સ્કેમર્સ પણ લોકોને મેસેજ મોકલીને લિંક પર ક્લિક કરવાનું કહે છે.


જાણો આ મહત્વની બાબતો          


કુરિયર કંપનીઓએ કહ્યું છે કે તેઓ ડિલિવરી રિશિડ્યુલ કરવા માટે કોઈ વધારાના પૈસા લેતા નથી.


જો તમને આવી કોઈ લિંક મળે તો તપાસો કે તે કંપનીનું સત્તાવાર ડોમેન છે કે નહીં.


કોઈપણ અજાણ્યા QR કોડને ક્યારેય સ્કેન કરશો નહીં.


જો તમને મિસ્ડ ડિલીવરીની નોટ મળે છે તો કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને વે-બિલ નંબર તપાસો.


2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ