નવી દિલ્હીઃ દેશમાં 10 રાજ્યોના અનુરોધ બાદ હવે હવે મફત રેસન આપવાની યોજનાને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી શકે છે. વન નેશન-વન નેશન કાર્ડને લઇને 14 રાજ્યોની સાથે ગુરુવારે બેઠક થઇ હતી, જેમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાન સાથે ગુરુવારે બેઠક થઇ હતી.

આ બેઠકમાં કેટલાક રાજ્યોએ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવી રહેલા મફત રેશનની મર્યાદાને વધારવાનો અનુરોધ કર્યો છે. રામવિલાસ પાસવાને જાણકારી આપી કે તમામ રાજ્યોના અનુરોધને વડાપ્રધાન કાર્યાલયે મોકલી દીધો છે. તેમને જણાવ્યુ કે કેન્દ્ર સરકાર અનુરોધ પર વિચાર કરી રહી છે.

રામવિલાસ પાસવાને જણાવ્યુ કે, અત્યાર સુધી 10 રાજ્યોએ લેખિતમાં મફત રેશન આપવાની મર્યાદા લંબાવવાની ભલામણ કરી છે. જે રાજ્યોયએ આ વિશે પત્ર લખ્યો છે, તેમાં આસામ, પંજાબ, કર્ણાટકા, છત્તીસગઢ, તામિલનાડુ, રાજસ્થાન અને કેરાલા જેવા રાજ્યો સામેલ છે.



અનુરોધ કરનારા રાજ્યો અનુસાર, વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અનંર્ગત મફત રેશનથી લૉકડાઉન દરમિયાન ગરીબોને ખુબ લાભ થયો છે. અહીં સુધી કે બેઠકમાં કોંગ્રેસ શાસિત છત્તીસગઢ જેવા રાજ્યોએ પણ યોજનાને ગરીબો માટે ફાયદાકારક ગણાવતા કેન્દ્ર સરકારને ધન્યવાદ આપ્યા છે.

નોંધનીય છે કે, લૉકડાઉન દરમિયાન આ યોજનાને દરેક રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી, રાષ્ટ્રીય સુરક્ષા ખાદ્ય યોજના અંતર્ગત આવનારા તમામ 81 કરોડ લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂનમાં મફત અનાજ અને દાળ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.