કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ થશે સામેલ
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન, નીતીશ કુમાર, માયાવતી, સીતારામ યેચુરી, ડી રાજા, ચંદ્રબાબુ નાયડૂ, જગનમોહન રેડ્ડી, ચિરાગ પાસવાન સામેલ થશે. જણાવીએ કે, મમતા બેનર્જીએ બુધવારે જ કહ્યું હતું કે, હાલમાં તે રાષ્ટ્ર સાથે છે અને બધા સાથે મળીને સ્થિતિનો સામનો કરીશું.
વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે, ગલવાન સંઘર્ષ માટે ચીન જવાબદાર
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ખીણમાં જે પણ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ભારતે કોઈપણ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું નથી અને ચીન તરફતી સમજૂતી તોડવામાં આવી છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.