નવી દિલ્હીઃ લૉકડાઉનના ચોથા તબક્કાની ગાઇડલાઇનમાં સરકારે આરોગ્ય સેતુ એપ સાથે જોડાયેલા નિયમોને સરળ બનાવી દીધા છે. સરકારે આ એપને ડાઉનલૉડ કરવાની અનિવાર્યતા ખતમ કરીને આને વૈકલ્પિક કરી દીધી છે.


સરકારે દ્વારા Aarogya Setu Appને કોરોના સંક્રમિત અને સંક્રમણ પર નજર રાખવા માટે ડેવલપ કરવામાં આવી હતી, જોકે, હવે તેની અનિવાર્યતા ખતમ થઇ ગઇ છે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં સરકારે એપના ફાયદાઓ પર વિશેષ જોર આપ્યુ છે, સરકારે કહ્યું કે, આ એપ કોરોના વાયરસના સંભવિત જોખમની પહેલાથી જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે, આ વ્યક્તિઓ અને સમાજનું સુરક્ષ કવચ છે.

નવી ગાઇડલાઇન મુજબ, કાર્યાલયો અને કાર્યસ્થળો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયોક્તાઓના બધા કર્મચારીઓના મોબાઇલમાં Aarogya Setu Appને એડ કરવાની કોશિશ કરવી જોઇએ. જ્યારે આ પહેલા એક મેએ જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં સરકારે બધા કર્મચારીઓ માટે Aarogya Setu App એપને ડાઉનલૉડ કરવી અનિવાર્ય ગણાવી હતી.