પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં બર્થ ડેના બહાને એક યુવતીને ઘરે બોલાવી તેની સાથે સામુહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. બ્યૂટીશિયન તરીકે કામ કરતી 22 વર્ષીય યુવતીને તેના એક મિત્રએ પોતાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. ઘરે આવતા આ યુવતીને દારૂ પીવડાવવામાં આવ્યો હતો.
યુવતી દારૂના નશામાં ભાન ભુલી ગયા બાદ યુવકના મિત્ર અને તેની સાથે રહેલા અન્ય ત્રણ લોકોએ તેની પર દુષ્કર્મ કર્યુ હતું. આ દરમિયાન વિરોધ કરવા પર યુવતી સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટના શહેરના ઘૂમનગંજ પોલીસ સ્ટેશનના સુલેમ સરાંય વિસ્તારની છે.
પીડિત યુવતીની ફરિયાદ પર પોલીસે આ મામલે બ્યૂટીશિયનને બર્થ ડે પાર્ટીમાં બોલવનારા તેના મિત્ર સહિત ચાર અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસના કહેવા મુજબ, યુવકતી તેની મરજીથી મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. મિત્ર સાથે તેના જૂના અને ગાઢ સંબંધ છે પરંતુ મિત્રએ જ દગાબાજી કરીને તેને દારૂ પીવડાવ્યો અને બાદ તેની સાથે કુકર્મ કર્યુ. આરોપીઓને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.
મિત્રએ બર્થ ડે પાર્ટીના નામે બ્યૂટીશિયનને બોલાવી ઘરે, દારૂ પીવડાવ્યો ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 11:24 AM (IST)
યુવતી દારૂના નશામાં ભાન ભુલી ગયા બાદ યુવકના મિત્ર અને તેની સાથે રહેલા અન્ય ત્રણ લોકોએ તેની પર દુષ્કર્મ કર્યુ હતું. આ દરમિયાન વિરોધ કરવા પર યુવતી સાથે મારપીટ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -