મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની આ ટીમ અનુભવ અને એક્સપર્ટ્સ ધરાવે છે. કેબિનેટ વિસ્તરણમાં 43 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 24 નવા ચહેરાઓ છે. તેમાં 13 વકીલ, 6 ડોક્ટર, પાંચ એન્જિનિયર, સહિત સાત પૂર્વ અધિકારી છે. જ્યારે સાત મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે. કેબિનેટ વિસ્તરણ અગાઉ 12 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું.


રાજનીતિના જાણકારોના કહેવા મુજબ મોદી સરકારની આ અત્યાર સુધીની સૌથી યુવા ટીમ છે. મંત્રીઓની ઉંમર સરેરાશ 56 વર્ષ છે. શપથ લેનારાઓમાં ભાજપના  મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ, મધ્યપ્રદેશથી રાજ્યસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્યપ્રદેશના ટિકમગઢથી સાંસદ વિરેન્દ્ર કુમાર ખટીક, મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય નારાયણ રાણે, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, હરિયાણાના સિરસાથી સુનીતા દુગ્ગલ, દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, ઉત્તરાખંડના નૈનીતાલ-ઉદ્યમસિંહ નગરથી સાંસદ અજય ભટ્ટ, કર્ણાટકના ઉડુપી ચિકમગલૂરથી  સાંસદ શોભા કરંદલાજે, મહારાષ્ટ્રના બીડથી સાંસદ પ્રીતમ મુંડે, મહારાષ્ટ્રના ભિવંડીથી સાંસદ કપિલ પાટીલ, મહારાષ્ટ્રના દિન્ડોરીથી સાંસદ ભારતી પવાર, ઉત્તર પ્રદેશના ખીરીથી સાંસદ અજય મિશ્રા અને પશ્વિમ બંગાળના બનગાંવથી સાંસદ શાંતનુ ઠાકુર મુખ્ય છે.


જ્યારે કેન્દ્રિય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલા અને બંદરગાહ, મનસુખ માંડવિયા, રમતગમત રાજ્યમંત્રી કિરણ રિજિજૂ, આરકે સિંહ  કૌશલ વિકાસના રાજ્યમંત્રી અને હરદીપ સિંહ પુરી કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)ને પ્રમોટ કરવામાં આવ્યા છે.


ભાજપના સહયોગી દળમાંથી જનતા દળ (યુનાઇટેડ)ના આરસીપી  સિંહ, અપના દળ (એસ)ની અનુપ્રિયા પટેલ અને લોક જનશક્તિ પાર્ટીના પશુપતિ પારસને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોદી સરકારના કેબિનેટમાં અનુભવી મંત્રીઓની વાત કરીએ તો તેમાં ચાર મુખ્યમંત્રી અને 18 પૂર્વ રાજ્યમંત્રીઓ છે. 39 પૂર્વ ધારાસભ્ય છે. તેમાંથી 23 સાંસદ તો  ત્રણ વખત લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જ્યારે 46 એવા સાંસદો છે જેમની પાસે કેન્દ્ર સરકાર સાથે કામ કરવાનો અનુભવ છે.


મોદી સરકારે સાત વર્ષમાં સૌથી યંગ અને શિક્ષિત ટીમ તૈયાર કરી છે. નવા મંત્રીમંડળમાં 13 વકીલ, 6 ડોક્ટર અને પાંચ એન્જિનિયર છે. જ્યારે સાત પૂર્વ સિવિલ સર્વન્ટ છે. એટલે કે 43 શપથ લેનારાઓમાં 31 શિક્ષિત મિનિસ્ટર છે. મોદીની નવી ટીમના મંત્રીઓની સરેરાશ ઉંમર 58 વર્ષ છે. 14 મંત્રી એવા છે જે 50 વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે 11 મહિલા સાંસદ છે.


આ કેબિનેટમાં 12 અનુસુચિત જાતિના મંત્રીઓ સામેલ કરાયા છએ જેમાં બે નેતાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીપરિષદના આઠ સભ્યો અનુસુચિત જનજાતિના છે જેમાંથી ત્રણ કેબિનેટમાં છે. કેબિનેટ વિસ્તરણ બાદ મોદી સરકારમાં 27 ઓબીસી નેતા હશે જેમાંથી પાંચ કેબિનેટ મંત્રી છે.