નવી દિલ્હીઃ વૉટ્સએપ અને સરકાર વચ્ચેની લડાઇમાં હવે એક નવો વળાંક આવ્યો છે. વૉટ્સએપ કંપની હવે ગોપનીયતા નીતિ પર સરકારની સાથે સ્ટેન્ડ ઓફમાં છે. વૉટ્સએપે દિલ્હી હાઇકોર્ટને કહ્યું કે, કંપનીએ પોતાની ઇચ્છાથી પ્રાઇવસી પૉલીસી પર રોક લગાવી છે. વૉટ્સએપે એ પણ કહ્યું કે કંપની ગ્રાહકોને ત્યાં સુધી નવી પૉલીસી પસંદ કરવા માટે મજબૂર નહીં કરે જ્યાં સુધી ડેટા પ્રૉટેક્શન બિલ લાગુ નથી થઇ જતુ. પ્રાઇવસી પૉલીસી ના માનનારા ગ્રાહકો પર કોઇપણ રીતનો પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. 


વૉટ્સએપ તરફથી વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વે કહ્યું- અમે સ્વતઃ જ આને (પૉલીસી) પર રોક લગાવવા માટે તૈયાર થઇ ગયા છીએ, અમે લોકોને આને સ્વીકાર કરવા માટે બાધ્ય નહીં કરીએ. સાલ્વેએ કહ્યું કે આમ છતાં વૉટ્સએપ પોતાના ગ્રાહકો માટે અપડેટનો ઓપ્શન દર્શાવવાનુ ચાલુ રાખશે. 


દિલ્હી હાઇકોર્ટમાં વૉટ્સએપ તરફથી તેની પેટન્ટ કંપની ફેસબુક તરફથી એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી, આ પછી નવી પ્રાઇવસી પૉલીસી વિરુદ્ધ CCIની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ખરેખમાં, 23 જૂને દિલ્હી હાઇકોર્ટે વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલીસીની તપાસના સિલસિલામાં ફેસબુક અને મેસેજિંગ એપમાં કંઇક સૂચના માંગનારી સીસીઆઇને નૉટિસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.