કોરોનાની ગાઈડલાઈનનું પાલન અને સેનેટાઈઝેશન સાથે સિનેમા ગૃહોમાં આ મંજૂરી અપાઈ છે. એટલું જ નહીં સિનેમા ગૃહોના ફ્રૂડ કોર્ટને પણ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આ પહેલા 15 ઓક્ટોબર 2020થી સિનેમા ગૃહો 50 ટકા દર્શકોના પ્રવેશ સાથે શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ હવે 100 ટકા દર્શકોના પ્રવેશને છૂટ મળતા સ્વાભાવિક રીતે સિનેમા ગૃહ માલિકો અને ફિલ્મ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. જો કે બે શૉની વચ્ચે સમય રાખવા તેમજ ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાની સાથે ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રાધાન્ય આપવાની સૂચન અપાઈ છે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં ગૃહ મંત્રાલયે સામાજિક અંતર સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી હતી. તેમાં બે પ્રેક્ષકો વચ્ચે ખુરશી ખાલી રાખવાની અનિવાર્યતા સામેલ છે. સિનેમા હોલ સંપૂર્ણ ક્ષમતા ન ખોલવાને કારણે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ્સ રજૂ કરવામાં રસ દાખવતા નથી.